Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 1:19 - કોલી નવો કરાર

19 ઈ વખતે હું ખાલી જે બીજા ગમાડેલા ચેલાને મળી હકયો, ઈ પરભુનો ભાઈ યાકુબ હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 1:19
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,


લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.


શું ઈ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું યાકુબ અને સિમોન અને યહુદાએના ભાઈઓ નથી? તો આ માણસની પાહે આવું ક્યાંથી?


આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા અને અલ્ફીનો દીકરો યાકુબ, થાદ્દી, સિમોન એટલે બળતરા રાખનારો.


“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.


અને માથ્થી, અને થોમા, અને અલ્ફીનો દીકરો યાકુબ, અને સિમોન, જે ઝેલોતસ કેવાય છે,


એણે કોયે ખબર આપી કે, “તારી માં અને તારા ભાઈઓ બારે ઉભા છે, તેઓ તને મળવા માગે છે,”


અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.


તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.


કેમ કે, બીજા ગમાડેલા ચેલા અને પરભુના ભાઈઓ અને પિતર વિશ્વાસી બાયુને પોતાની હારે લય જાય છે જઈ તેઓ યાત્રા કરે છે, તો મારી પાહે પણ ઈ જ અધિકાર છે.


આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


હું યહુદા, તમને આ પત્ર લખી રયો છું, હું ઈસુ મસીહનો એક ચાકર છું, અને યાકુબનો ભાઈ છું, હું તમને લોકોને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાની ઉપર વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા છે, આપડા પરમેશ્વર બાપ તમને પ્રેમ કરે છે, અને તમને ઈસુ મસીહ દ્વારા હંભાળી રાખ્યા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ