13 જઈ હું યહુદી ન્યાયનું પાળતો હતો, ઈ મારું જે જીવન હતું એની વિષે તો લોકોએ તમને કીધું છે કે, મેં પરમેશ્વરની મંડળી અને વિશ્વાસી લોકોનો નાશ કરવાની કોશિશ કરી.
તઈ પરસાર હાંભળનારા લોકો સોકી ગયા અને કેવા મંડયા કે, “આ તો ઈ માણસ છે જે યરુશાલેમ શહેરમાં ઈસુ ઉપર વિશ્વાસ કરનારાને મારી નાખતો હતો, અને આયા હોતન વિશ્વાસી લોકોને બાંધીને મુખ્ય યાજકોની પાહે લય જાવા હાટુ આવો છે.”
શાઉલે યરુશાલેમ શહેરમાં ઈસુને બીજા ચેલાઓની હારે ભેગા થાવાની કોશિશ કરી કે, પણ બધાય એનાથી બીતા હતાં, કેમ કે એને વિશ્વાસ નોતો થાતો કે, ઈ પણ ઈસુનો ચેલો બની ગયો છે.
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.