હું પાઉલ જે એક ગમાડેલો ચેલો છું, હું માણસો દ્વારા નથી પણ હું આપડા ઈસુ મસીહ અને જેને મરણમાંથી જીવતો કરનાર પરમેશ્વર બાપ દ્વારા એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો છે.
હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો.