Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 1:10 - કોલી નવો કરાર

10 સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 1:10
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,


અને તમે જાગવાને બદલે હુઈ ગયા હતા, આ વાત જો રાજ્યપાલને કાને જાહે, તો અમે એને હંમજાવી દેહુ, અને તમારે સીન્તા કરવાની જરૂર નથી.”


કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.


હેરોદ રાજા તુર અને સિદોનના લોકોની માથે બોવ ગુસ્સે હતો, ઈ હાટુ ઈ શહેરના લોકો, બ્લાસ્તસ જે રાજાનું કામ હંભાળનારો માણસ હતો, એની સલાહ લયને રાજાની પાહે શાંતિ માંગવા હાટુ આવ્યો, કેમ કે ઈ દેશના લોકોનું ભોજન હેરોદના દેશમાંથી પુરું પાડવામાં આવતું હતું.


તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.


પણ જે સ્વાર્થી છે અને હાસને નથી માનતા અને જે ભુંડુ કરવા માગે છે, એની ઉપર પરમેશ્વર ગુસ્સે થાહે અને બોવજ કઠણ દંડ આપશે.


કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.


તમારે પોતાના માલિકોની આજ્ઞા પાળવી જોયી, ખાલી તઈ જ નય જઈ ઈ તમને જોતા હોય કે ખાલી એને હારુ લગાડવા હાટુ, પણ તમે મસીહના ચાકરો છો, ઈ હાટુ તમારે પોતાના પુરા મનથી ઈ જ કરવુ જોયી, જે પરમેશ્વર ઈચ્છે છે કે, ઈ તમે કરો.


અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી.


હે ચાકર આ જગતમાં જેની આધીનમાં કામ કરો છો, એની બધીય આજ્ઞાનું પાલન કરો, માણસોને રાજી કરનારાની જેમ દેખાવ હાટુ નય પણ ઈમાદારીથી અને પરભુની બીકથી કામ કરો.


પરમેશ્વરે આપણને લાયક હમજીને હારા હમાસાર હોપ્યા છે. ઈ હાટુ આપડે માણસોને રાજી કરવા હાટુ નય, પણ આપડા હ્રદયને ઓળખનારા પરમેશ્વરને રાજી કરવા હાટુ શિક્ષણ આપી છયી.


હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.


જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ