7 અને ઉત્સાહની હારે એક ચાકર જેમ એવા કામો કરો એમ માનો કે તમે લોકોની નય પણ પરભુની સેવા કરી રયા છો.
પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.
છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.
અને જે કાય તમે કરો, ઈ હંમજીને પુરા મનથી માણસો હાટુ નય પણ પરભુની હાટુ કરો.