4 અને હે બાપાઓ, પોતાના બાળકોને ગુસ્સો નો દેવડાવો પણ પરભુનું શિક્ષણ, અને સેતવણી દેતા તેઓનું ભરણ-પોષણ કરો.
ઈ હાટુ તારૂ ભલુ થાય, અને પૃથ્વી ઉપર તારી ઉમર મોટી થાય.
હે બાપાઓ પોતાના બાળકોને ખીજવોમાં ક્યાક એવુ નો થાય કે, ઈ દુખી થય જાય.
હું તારા ઈ હાસા વિશ્વાસને યાદ કરું છું, જે તારી આય લોઈસ અને તારી માં યુનીકામા હતો, અને મને તારી ઉપર ભરોસો પણ છે કે, ઈ જ વિશ્વાસ તારામાં પણ છે.
તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.