હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.
તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.
આયા મારા હાથના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે, ન્યા ક્રીતમાં આપડા સાથી વિશ્વાસીઓને જે આપણને પ્રેમ કરે છે, તેઓને સલામ કેજે. હું પ્રાર્થના કરું છું તમારી બધાય ઉપર કૃપા થાતી રેય. આમીન.