18 અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,
જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમારુ હ્રદય હાસુ કરવા માગે છે, પણ તમારા દેહમાં તાકાતની કમી છે. મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય, જઈ તમારુ પરીક્ષણ થાતું હોય.”
તેઓ સદાય ઈ જગ્યા ઉપર પ્રાર્થના કરવા ભેગા થાતા હતાં, ન્યા બાયુ હોતન હતી, જેણે ઈસુની મદદ કરી હતી અને ઈસુની મા મરિયમ હોતન ઈસુના ભાઈઓની હારે બધાય એક મનના થયને પ્રાર્થના કરતાં હતા.
ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.
કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
અને મારી હાટુ પણ પ્રાર્થના કરીને પરમેશ્વરને કેજો કે, ઈ મને બોલવા હાટુ હાસો શબ્દ આપે જેથી હું હિંમતથી હારા હમાસાર વિષે જે બધાય લોકોની હાટુ છે, એના ભેદની વાત હમજાવી હકુ.
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;
પણ તમે લોકો જેને હું પ્રેમ કરું છું, પરમેશ્વરની હાસાય જેની ઉપર તમે વિશ્વાસ કરો છો એનો ઉપયોગ કરીને એક-બીજાને મજબુત કરો પવિત્ર આત્મા તમારી દોરવણી કરે કે, કેવી રીતે પ્રાર્થના કરવી જોયી.