Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 6:17 - કોલી નવો કરાર

17 તારણનો ટોપો અને આત્માની તલવાર લ્યો, જે પરમેશ્વરનું વચન છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 6:17
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એણે જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે, માણસ ખાલી રોટલીથી નય, પણ દરેક વચનથી જે પરમેશ્વરનાં મોઢામાંથી નીકળે છે, એને માનીને, એનાથી જીવશે.”


ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”


જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.


પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,


કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.


અને જે લોકોએ પરમેશ્વરનાં ઉતમ વચનનો અનુભવ કરયો, અને આવનાર વખતના પરાક્રમનો અનુભવ કરયો છે.


એના પોતાના જમણા હાથમાં હાત તારા હતાં, અને એના મોઢામાથી તેજ બેધારી સામર્થી તલવાર નીકળતી હતી અને એનુ મોઢુ ભર-બપોરે તપતા સુરજની જેમ સમકતુ હતુ.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


ઈ બેઠેલાના મોઢામાથી એક તેજ તલવાર નીકળે છે જેનો ઉપયોગ ઈ દેશોને હરાવવા હાટુ કરશે, અને ઈ લોઢાંના હળીયાની હારે લોકો ઉપર રાજ કરશે, ઈ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં ભયાનક ગુસ્સાના કુંડમાથી દ્રાક્ષારસ નીસવશે.


પસ્તાવો કર, જો તુ ભુંડા કામ કરવાનું બંધ નય કર, તો હું જલ્દી આવય અને ઈ લોકો જે ખોટુ શિક્ષણ આપે છે તેઓની વિરુધ હું તલવારથી બાધય, જે વચન મારા મોઢેથી નીકળે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ