16 આયા એક બીજી વાત છે. જેમ એક સિપાય ઢાલ લયને પોતાની ઉપર આવનાર વેરીઓના તીરથી પોતાની જાતને બસાવે છે, એવી જ રીતે મસીહ ઉપર મજબુત વિશ્વાસ રાખો કે, મસીહ તમને શેતાન દ્વારા નુકશાન પુગાડવાથી બસાવીને રાખે.
પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,