31 જેમ કે, શાસ્ત્ર કેય છે, આ કારણે માણસ માં-બાપને છોડીને પોતાની બાયડી હારે જોડાયેલો રેહે અને ઈ બેય એક દેહ થાહે.
અને કીધુ કે, “ઈ કારણને લીધે માણસ પોતાના માં-બાપને મુકીને પોતાની બાયડીને વળગી રેહે.”
તમે હંમજો છો કે, શાસ્ત્રમાં લગન વિષે આમ લખ્યું છે કે, “બેય એક દેહ બનશે.” તો તમને ખબર હોવી જોયી કે, જે કોય વેશ્યાની હારે મળી જાય છે, તો ઈ વેશ્યાની હારે એક દેહ બની જાય છે.
આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પરગટ કરવામાં આવ્યું છે; અને ઈ તો મસીહ અને તેઓની મંડળી વિષે છે એમ મારું કેવું છે.