એફેસીઓને પત્ર 5:3 - કોલી નવો કરાર3 જેમ પવિત્ર લોકોને લાયક છે, એવા તમારામાં છીનાળવા, અને કોય પરકારના ખરાબ કામ, કે લોભની વાતસીત પણ નો હોય. အခန်းကိုကြည့်ပါ။ |
હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.
પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”