એફેસીઓને પત્ર 5:25 - કોલી નવો કરાર25 હે ધણીઓ પોતપોતાની બાયડીયુંથી પ્રેમ રાખો, જેમ મસીહે પણ મંડળીને પ્રેમ કરીને એણે એની હાટુ પોતાનું જીવન દય દીધુ કે, အခန်းကိုကြည့်ပါ။ |
એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.
ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.