ઈ બોતેર લોકો જેઓને ઈસુએ નીમ્યા હતાં તેઓએ જયને જેમ એણે કીધું હતું એમ કરયુ. જઈ ઈ પાછા આવ્યા તઈ તેઓ બોવ રાજી હતા. તેઓએ કીધું કે, “પરભુ, અમે પણ તમારા અધિકારથી લોકોમાંથી મેલી આત્માઓને નીકળવાનો હુકમ કરયો અને તેઓએ પણ અમારુ માન્યું.”
તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.
સ્થાનિક મંડળીમાં ચાકરને શીખવ કે, ઈ સદાય પોતાના માલિકોની આજ્ઞાઓનું પાલન કરે. તેઓને એવુ જ કરવાનું કે, જે તેઓના માલિકોને રાજી કરે, અને તેઓ એના કામો વિષે હામું બોલે નય.