Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 5:20 - કોલી નવો કરાર

20 જે કાય આપડા પરભુ ઈસુ મસીહે કરયુ છે એના કારણે કાયમ આપડા પરમેશ્વર બાપની બધીય વાતુ હાટુ આભાર માનો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 5:20
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


પેલા હું તમારા બધાયની હાટુ ઈસુ મસીહ દ્વારા આપડા પરમેશ્વરનો આભાર માનુ છું કેમ કે, ઘણીય જગ્યાઓમાં માણસો આ વિષે વાતો કરે છે કે, તમે કેવી રીતે મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


હું તમારી હાટુ પરમેશ્વરનો આભાર સદાય માનું છું, ઈ હાટુ કે, ઈ પોતે ઈસુ મસીહ દ્વારા કૃપા હોવાથી પોતાનો બોવ આશીર્વાદ આપે છે.


પછી, જઈ મસીહ પરમેશ્વરને રાજ્ય હોપી દેહે, તઈ બધીય સત્તા, બધાય અધિકાર અને શક્તિઓનો નાશ કરશે, તઈ અંત આયશે.


શરમજનક વાતો કરવી નય, નકામી વાતો કરવી નય, ખરાબ ઠ્ઠઠ્ઠામશ્કરી કરવી નય, ઈ તમારી લાયક નથી, પણ એની જગ્યાએ તમારે પરમેશ્વરનો આભાર માનવો જોયી.


હું જઈ-જઈ તમને યાદ કરું છું, તઈ-તઈ આપડા પરમેશ્વરનો આભાર માનું છું


કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


તમારા કારણે, પરમેશ્વરની હામે જે અમારી ખુશી છે, એના બદલે તમારા વિષે અમે પરમેશ્વરનો બોવ આભાર માની છયી.


દરેક સંજોગોમાં પરમેશ્વરને ધન્યવાદ આપો કેમ કે, તમારી હાટુ ઈસુ મસીહમા પરમેશ્વરની આજ ઈચ્છા છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.


ઈ હાટુ ઈસુ દ્ધારા આપડા બલિદાનો પરમેશ્વરને સડાવવાનું સાલુ રાખવું જોયી. એનું નામ કબુલ કરનારા હોઠોના ફળનું બલિદાન ઈ આપડી સ્તુતિ છે.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ