ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારે હાટુ કેટલું ભયંકર છે! કેમ કે, તમે એવા વાસણ જેવા છો, જે બારેથી સાફ છે પણ અંદરથી અત્યારે પણ મેલા છે. તમે પોતાને ન્યાયી માણસની જેમ લોકોની હામે હાજર કરો છો, પણ તમારા મનમાં લોભ અને લાલસ ભરેલા છે.
પણ જો કારભારી ખરાબ હોય અને પોતાના મનમા વિસારે કે, મારા માલીકને આવવાની બોવ વાર છે, તો પછી એવું થાહે કે, પેલો ચાકર બીજા ચાકરો અને દાસીઓને મારવાનું સાલું કરશે. ઈ ખાહે, પીહે અને છાકટો બનવા લાગશે.
એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.
ખરેખર મારો કેવાનો અરથ આ હતો કે, તમારામાંથી કોય સાથી વિશ્વાસીની હારે, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ મૂર્તિપૂજકો, નિંદા કરનારાઓ, દારૂડીયાઑ હારે સબંધ રાખવો તો આઘું, એવા લોકોની હારે ખાવું પણ નય.
આગેવાન નિરદોષ હોય અને એની એક જ બાયડી હોય, અને એના બાળકો ઈસુ ઉપર વિશ્વાસ કરનારા હોય, અને ઈ બાળકો ખરાબ વરતન કરનારા નો હોય પણ માં-બાપની આજ્ઞાનું પાલન કરનારા હોય.