મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું
છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.
આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.