પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.
ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે.