Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:21 - કોલી નવો કરાર

21 જે કાય તમે ઈસુ મસીહના વિષે હાંભળ્યું છે અને જે કાય તમારા શિક્ષકોએ તમને શીખવ્યું છે, ઈ ખાતરીથી એનો હાસો સંદેશો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:21
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”


“જે કોય તમારુ હાંભળે છે, ઈ મારું હાંભળે છે, જે કોય તમારો નકાર કરે છે; ઈ મારો નકાર કરે છે, જે કોય મારો નકાર કરે છે, ઈ મને મોકલનારનો નકાર કરે છે.”


કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને.


કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


પણ જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો નથી, એને તેઓ કેવી રીતે વિનવણી કરી હકે? વળી જેની વિષે તેઓએ હાંભળ્યું નથી, એની ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી હકે? વળી પરચારક વગર તેઓ કેવી રીતે હાંભળી હકે?


કેમ કે, પરમેશ્વરનાં જેટલા વચનો છે તેઓ બધાય મસીહમાં પુરા થાય છે જેમ હાં છે. ઈ હાટુ આપડે પરમેશ્વરની મહિમા હાટુ મસીહ ઈસુ દ્વારા “આમીન” જેમ હાં કેય છે.


જો મસીહની હાસાય મારામાં છે, જેથી અખાયા પરદેશમાં કોય મને આ રીતે અભિમાન કરવાથી નો રોકે.


તો તમારી હારે એવુ છે તમે હાસા તારણના હારા હમાસાર હાંભળા છે જે આ વિષે બતાવે છે કે, પરમેશ્વર તમને કેવી રીતે બસાવે છે જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો છે તો પરમેશ્વરે પોતાનો વાયદો કરેલ પવિત્ર આત્મા તમને દીધો ઈ બતાવવા હાટુ કે, તમે પરમેશ્વરનાં છો.


અને મસીહે આવીને, બીજી જાતિઓ તમને, જે પરમેશ્વરથી છેટા હતા અને યહુદીઓને જે એની પાહે હતા. બેયને શાંતિના હારા હમાસાર હંભળાવા.


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.


મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ