Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:16 - કોલી નવો કરાર

16 આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:16
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો, જે મારામાં રેય છે અને હું એમા રવ છું, ઈ વધારે ફળ આપે છે કેમ કે, મારાથી નોખા થયને તમે કાય નથી કરી હક્તા.


કેમ કે, જે પરકારે આપડા એક દેહમાં ધણાય સભ્યો હોય છે, પણ બધાય સભ્યોનું એક હરખું કામ નથી.


કેમ કે, એક રોટલી આ વાતની નિશાની છે કે, આપડે જે કાય છયી મસીહમાં એક દેહ છયી કેમ કે, આપડે બધાય એક રોટલી ખાયી છયી.


હવે વિશ્વાસ, આશા અને પ્રેમ ઈ ત્રણેય ટકી રેય છે; પણ ઈ ત્રણેયમાં પ્રેમ બધાયથી મહાન છે.


હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.


પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.


એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય.


પણ, પ્રેમથી હાસુ બોલીને, આપડે દરેક વાતમાં હમજણ અને મસીહની જેવા થય જાયી, જે પોતાનો દેહ એટલે કે, મંડળીનું માથું છે.


અને હું ઈ પ્રાર્થના કરું છું કે, એકબીજાની પ્રત્યે તમારો પ્રેમ, અને બધાય પરકારનું જ્ઞાન અને હમજણ હારે ખુબ આગળ વધતો જાય,


આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.


હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું એને વિશ્વાસમા મજબુત કરવા માગું છું, જેથી ઈ એકબીજાની હારે પ્રેમથી રય હકે, અને હું ઈ પણ માનું છું કે, એને પુરી રીતે ભરોસો હોય કે, પરમેશ્વરનાં ભેદને જાણી લીધું છે કે, જે પોતે મસીહ છે.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.


તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ