Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:14 - કોલી નવો કરાર

14 આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:14
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી જાતા રયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતા? શું પવનથી હાલતા ધોકળને?


ખોટા આગમભાખીયાઓ આગળ આયશે અને ઘણાય બધા લોકોને દગો દેહે.


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


પણ એની વાત તો માનતો, કેમ કે એમાંથી લગભગ સ્યાલીસથી વધારે માણસો પાઉલને મારી નાખવા માગે છે, તેઓએ આ હમ ખાધા છે કે, જ્યાં લગી પાઉલને મારી નો નાખી ન્યા લગી કાય પણ ખાહુ-પીહુ નય. અત્યારે જ તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જોવે છે.”


તમે જાણો છો કે, જઈ તમે વિશ્વાસ કરયો એની પેલા કેવું જીવન જીવતા હતા, તઈ કોય તમારી દોરવણી કરતાં હતા જેથી તમે મૂંગી મૂર્તિઓની પૂજા કરો.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


આ જગતના લોકો બુદ્ધિશાળી હોય છે, પણ પરમેશ્વરની નજરમાં મુરખા છે જેમ કે, શાસ્ત્ર કેય છે, કેટલાક લોકો વિસારે છે કે, તેઓ બુદ્ધિશાળી છે, પણ પરમેશ્વર તેઓને હરાવવા હાટુ પોતાના સાલાક વિસારોનો ઉપયોગ કરે છે.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?


શેતાનની ખરાબ સાલાકીઓની હામે તમે સામનો કરી હકો ઈ હાટુ પરમેશ્વર તમને જે હથિયારો આપે છે ઈ ધારણ કરી લ્યો.


ઈ એવો માણસ હોવો જોયી નય, જે હાલમાંજ વિશ્વાસી બન્યો હોય, ક્યાક એવુ થાય નય કે, ઈ અભિમાન કરીને શેતાનની જેમ સજા પામે.


તુ જાણે છે કે, આસિયા પરદેશમા રેનારા કેટલાય વિશ્વાસી લોકોએ મને છોડી દીધો છે, એનામાંથી ફુગિલસ અને હેર્મોગેનેસ પણ છે.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


પણ જઈ તમે પરમેશ્વરથી માગો છો, તો તમારે વિશ્વાસ કરવો જોયી, અને શંકા કરવી જોયી નય કેમ કે, જે શંકા કરે છે, ઈ દરિયાની વીળની જેમ છે, જે સદાય હવાથી બદલાતી રેય છે.


જોવ, વહાણ પણ, એટલા મોટા હોય છે, અને ભારે પવનથી હલગરવામાં આવે છે, તો પણ એક નાનો વહાણનો ખલાસી એની ઈચ્છા પરમાણે ઈ ધારે ઈ પરમાણે એને ફેરવે છે.


જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.


તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.


હું તમને ઈ લોકોના વિષે સેતવી રયો છું કે, જે ખોટા શિક્ષણ દ્વારા તમને દગો દેવાની કોશિશ કરી રયા છે.


હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ