11 આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.
અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.
તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.
પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.
કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.
પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”