Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:10 - કોલી નવો કરાર

10 મસીહ જે નીસે આવ્યો, ઈ જ માણસ છે જે આભથી પણ ઉપર સડી ગયો; જેથી ઈ બધીય વસ્તુઓને ભરી દેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:10
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે.


પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”


કેમ કે, એની કૃપાથી એની ભરપુરી આપડે બધાયે પ્રાપ્ત કરી, અને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યો.


ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”


આ પછી ઈસુએ ઈ જાણીને કીધું કે, “મારા બધાય કામો પુરા થય ગયા છે.” ઈ હાટુ શાસ્ત્રમાં લખેલુ છે, ઈ પુરું થાય, એટલામા ઈસુએ કીધું કે, “હું તરસો છું”


આ વાતો ઈ હાટુ થય કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરુ થાય, “એનુ એક પણ હાડકુ નય ભાગવામાં આવે.”


અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.


આ કીધા પછી પરમેશ્વરે ઈસુને તેઓના જોતા-જોતા સ્વર્ગમા લય લીધો અને વાદળના કારણે તેઓ એને જોય નો હક્યાં.


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.


હું મસીહમાં એક માણસને જાણું છું, જેને સવુદ વરહ પેલા જ્યાં પરમેશ્વર રેય છે ન્યા સ્વર્ગમાં લય લેવામાં આવ્યો, દેહની હારે કા તો આત્માની હારે ઈ પરમેશ્વર જ જાણે છે.


મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.


કેમ કે, પરમેશ્વર બાપની ખુશી એમા જ છે કે, પરમેશ્વરનો બધોય સ્વભાવ મસીહમા રેહે.


ઈ હાટુ ભુલમાં નો રયો કેમ કે, જઈ મસીહ માણસ બન્યો, તઈ પણ ઈ પુરી રીતે પરમેશ્વર હતો.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


કેમ કે, ઈસુની જેવા પ્રમુખ યાજકની આપડે જરૂર હતી, ઈ પવિત્ર, દોષ વગરના, પાપીઓથી નોખા છે, અને જેઓ સ્વર્ગમાંથી ઉસા કરવામાં આવ્યા છે.


હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ