6 ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.
મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.
આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.
જે કાય આપડે ઈસુ મસીહ વિષે જોયું અને હાંભળ્યું છે ઈ જ સંદેશો અમે તમને હોતન બતાવી છયી, કેમ કે, અમારી હારે તમારી પણ સંગતી છે, અને અમારી આ ભાગીદારી પરમેશ્વર બાપની હારે, અને એનો દીકરો ઈસુ મસીહની હારે છે.