હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.
પવિત્ર આત્માનો આજ અરથ છે જઈ તેઓ કેય છે, નો કોયે કોયદી જોયું છે, અને નો કોયદી કોયે હાંભળ્યું છે, અને નો કોયદી કોયે ઈ ભલી વસ્તુઓના વિષે હમજયો છે, જે પરમેશ્વરે ઈ લોકોની હાટુ તૈયાર કરી છે જે એને પ્રેમ કરે છે.
પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય.
હું ઈચ્છું છું કે, તમે તે મહાન અને શકિતશાળી સામર્થ્ય વિષે જાણો જે પરમેશ્વરની પાહે આપડા હાટુ છે, જે મસીહ ઉપર વિશ્વાસ કરે છે. ઈ આપડી હાટુ શકિતશાળી સામર્થ્ય છે.
પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.
કેમ કે ઈબ્રાહિમે માની લીધું હતું કે, પરમેશ્વરમાં ઈસાહકને મરણમાંથી પણ પાછો જીવતો કરવાનું સામર્થ્ય છે. એક પરકારથી તેઓએ પણ ઈસહાકને મરણમાંથી પાછો જીવતો મેળવ્યો.
પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.