Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 3:19 - કોલી નવો કરાર

19 મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 3:19
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે,


કેમ કે, એની કૃપાથી એની ભરપુરી આપડે બધાયે પ્રાપ્ત કરી, અને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યો.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


કોણ આપણને મસીહના પ્રેમથી છુટા પાડી હકશે? શું મુશ્કેલી, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નાગાપણું, કે જોખમ કે, તલવાર?


ઉસાય, ઊંડાણ, કે પરમેશ્વરની રસના કરેલી બીજી કોય પણ વસ્તુ આપણને પરમેશ્વરનાં પ્રેમથી નોખી કરી હકશે નય જે મસીહથી મળ્યું છે.


કેમ કે, મસીહનો પ્રેમ આપણને પ્રેરણા આપે છે કે, આ કારણે આપડે આ ખરેખર જાણી છયી કે, જઈ એક માણસ બધાય લોકોની હાટુ મરણ પામ્યો ઈ હાટુ બધાય લોકો મરી ગયા.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


મંડળી મસીહનો દેહ છે, એને મસીહ દ્વારા પરિપૂર્ણ અને પુરૂ બનાવવામાં આવ્યું છે, જે દરેક જગ્યાએ બધી વસ્તુઓને પોતાની જાતે ભરી દેય છે.


અને પરમેશ્વરનાં બધાય લોકોની હારે, તમે ઈ જાણી હકશો કે, મસીહ આપણને કેટલો પ્રેમ કરે છે ઈ સીમા વગર આપણને બોવ જ પ્રેમ કરે છે.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


હે ધણીઓ પોતપોતાની બાયડીયુંથી પ્રેમ રાખો, જેમ મસીહે પણ મંડળીને પ્રેમ કરીને એણે એની હાટુ પોતાનું જીવન દય દીધુ કે,


તમારી બધાય હાટુ આ પરમાણે માનવું મને હાસુ લાગે છે; કેમ કે, મારા જેલખાનાનાં વખતે અને હારા હમાસારનો બસાવ કરવામા અને એને સાબિત કરવામા તમે બધાય કૃપામા મારા ભાગીદાર છો, એથી હું તમને મારા હૃદયમાં રાખું છું


તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ