Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 3:18 - કોલી નવો કરાર

18 અને પરમેશ્વરનાં બધાય લોકોની હારે, તમે ઈ જાણી હકશો કે, મસીહ આપણને કેટલો પ્રેમ કરે છે ઈ સીમા વગર આપણને બોવ જ પ્રેમ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 3:18
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

પોતાના મિત્રની હાટુ પોતાનો જીવ દય દેવો એનાથી બીજો કોય મોટો પ્રેમ નથી.


કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.


બધાય વિશ્વાસુ સેવકો તમને સલામ કેય છે.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”


જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.


આ બધાયને કારણે, જઈ મેં પરભુ ઈસુ ઉપર તમારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ તમારા પ્રેમના વિષે હાંભળીને,


મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.


કેમ કે, અમે હાંભળ્યું છે કે, મસીહ ઈસુ ઉપર તમારો વિશ્વાસ છે, અને બધાય પવિત્ર લોકોને તમે પ્રેમ કરો છો.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ