એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.
અને એણે મને ફરી જવાબ આપ્યો કે, “મારી કૃપા તારી હાટુ પુરતી છે, કેમ કે મારૂ સામર્થ્ય નબળાયમાં સિદ્ધ થાય છે.” ઈ હાટુ હું બોવ રાજીથી પોતાની નબળાયું ઉપર અભિમાન કરું કે, મસીહનું સામર્થ્ય મારી ઉપર રેય.
હું ઈ પણ પ્રાર્થના કરું છું કે, ઈ હાસને હમજવામાં તમારી સહાયતા કરશે કે, તમે જાણી લ્યો કે ઈ આશા જેની હાટુ એણે તમને બોલાવ્યા છે. જેથી તમે જાણી હકો કે, ઈ આશીર્વાદ કેટલો મહાન અને મહિમાવંત છે જેનો વાયદો પરમેશ્વરે પોતાના પવિત્ર લોકોથી કરયો છે.
મસીહનું લોહી વહેવડાવવાના કારણે આપણને છુટકારો આપવામાં આવ્યો છે, જેથી આપડા પાપ માફ કરી દેવામાં આવ્યા છે, પરમેશ્વરની કૃપા બોવ જ મહાન છે જે એણે આપડી ઉપર દેખાડી છે.
પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.
હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું એને વિશ્વાસમા મજબુત કરવા માગું છું, જેથી ઈ એકબીજાની હારે પ્રેમથી રય હકે, અને હું ઈ પણ માનું છું કે, એને પુરી રીતે ભરોસો હોય કે, પરમેશ્વરનાં ભેદને જાણી લીધું છે કે, જે પોતે મસીહ છે.