અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
પણ જો આપડે દુખ સહન કરી છયી તો આ તમારા આશ્વાસન અને તારણ હાટુ જ છે, અને જો આપડે આશ્વાસન પામી છયી, તો આ ઈ હાટુ કે અમે તમને આશ્વાસન આપી કે, તમે પણ ઈ જ દુખોને ધીરજથી સહન કરી હકો, જે અમે સહન કરી રયા છયી.
આ કારણથી હું, પાઉલ તમારી હાટુ પ્રાર્થના કરું છું. હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહ ઈસુનું કામ કરું છું, જેમ કે બિનયહુદીઓ હાટુ હારા હમાસારનો પરચાર કરવો છે.