પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”
અને જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે, ઈ પરમેશ્વરની હારે અને પરમેશ્વર એની હારે સંગતીમાં રેય છે, અને એનાથી જ કા ઈ પવિત્ર આત્મા જે આપણને આપ્યો છે, ઈ હાટુ જાણી છયી કે, ઈ આપડી હારે સંગતીમાં રેય છે.
આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે.