એફેસીઓને પત્ર 2:2 - કોલી નવો કરાર2 ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં. အခန်းကိုကြည့်ပါ။ |
એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.
એણે ઈ અજગરને પકડી લીધો, જે ઘણાય વખત પેલા એક એરુના રૂપે પરગટ થયો હતો, જેને શેતાન પણ કેવાય છે એને એણે હાકળથી બાંધ્યો અને ઊંડાણના જેલખાનામા ફેકી દીધો, એની પછી એણે એને બંધ કરી દીધો અને કમાડ ઉપર મુદ્રા લગાડી દીધી, જેથી ઈ એક હજાર વરહ પુરા થયા પછી દેશ-દેશના લોકોને ભરમાવાની કોય પણ રીત રેહે નય, જઈ ઈ પુરું થાહે તઈ એને ફરીથી સ્વતંત્ર કરવામા આયશે, પણ થોડીકવાર હુધી.