ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.
ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.
આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
વાલાઓ, તમે આ જગતમાં વિદેશીઓ અને પ્રવાસી જેમ રયો છો, હું તમને સેતવણી આપું છું કે, તમે ઈ બધીય ખરાબ દેહિક ઈચ્છાઓથી બસો કેમ કે, ઈ તમારી પોતાની આત્માની વિરુધ સદાય બાધે છે.
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.