તમે વિસારો કે, એક બાય પાહે દસ ચાંદીના સિકકા હોય, પણ તેઓમાંનું એક ખોવાય જાય; તઈ ઈ દીવો હળગતો લયને ઘર સાફ કરશે, અને જ્યાં હુંધી એને ઈ સિક્કો જડી નો જાય, ન્યા હુંધી એને હારી રીતે ગોતશે.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
પણ જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો નથી, એને તેઓ કેવી રીતે વિનવણી કરી હકે? વળી જેની વિષે તેઓએ હાંભળ્યું નથી, એની ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી હકે? વળી પરચારક વગર તેઓ કેવી રીતે હાંભળી હકે?