Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 2:16 - કોલી નવો કરાર

16 વધસ્થંભ ઉપર પોતાના મોત દ્વારા મસીહે બે જુથોને એક કરી દીધા અને એનો મેળાપ પરમેશ્વરની હારે કરાવી દીધો, આ રીતે યહુદીઓ અને બીજી જાતિઓની વશે દુશ્મની મટાડી દીધી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 2:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જઈ આપડે પરમેશ્વરનાં વિરોધી હતાં તઈ એના દીકરાના મરણથી પરમેશ્વરની હારે આપડુ સમાધાન થયુ, એથી હવે એના જીવને લીધે આપડો બસાવ ઈ બોવ જ ખાતરીપૂર્વક છે!


આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.


કેમ કે, એક રોટલી આ વાતની નિશાની છે કે, આપડે જે કાય છયી મસીહમાં એક દેહ છયી કેમ કે, આપડે બધાય એક રોટલી ખાયી છયી.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.


ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


જે રીતે એક દેહ અને એક આત્મા છે, એવી જ રીતે પરમેશ્વરે તમને એક આશા રાખવા હાટુ બોલાવ્યા છે.


આ એવુ હતું કે, જેમ પરમેશ્વરે આપડા પાપોના લેખ પત્રને મટાડી દીધા જેમાં વિધિના નિયમોના કારણે આપડી વિરોધમાં હતાં અને જઈ મસીહ વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો તઈ એણે એના લખાણ દસ્તાવેજને પુરી રીતે મટાડી દીધું.


અને ઈ શાંતિ જે મસીહ આપે છે, ઈ તમારા હ્રદયમાં રાજ કરવા દયો કેમ કે, તમે બધાય એક દેહના ભાગ છો અને ઈ હાટુ તમને એકબીજાની હારે શાંતિથી રેવા હાટુ બોલાવ્યા છે અને તમે આભારી બનેલા રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ