એફેસીઓને પત્ર 2:15 - કોલી નવો કરાર15 પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.
આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું.