Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 1:8 - કોલી નવો કરાર

8 પરમેશ્વરે બધાય જ્ઞાનમાં અને બુદ્ધિમાં એણે આપણી ઉપર ઈ કૃપા બોવ વધારે કરી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 1:8
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.


આહેય! પરમેશ્વરનું જ્ઞાન અને બુદ્ધિ, મિલકત કેવી અગાધ છે એના નિર્ણયોને કોણ હમજાવી હકે? એના મારગને કોણ હમજી હકે?


પણ આદમનું પાપ ઈ વરદાન જેવુ નથી જે પરમેશ્વર આપણને પોતાની કૃપાથી આપે છે કેમ કે, એક માણસનું પાપ ઘણાય બધાય માણસોની હાટુ મોત લયને આવ્યુ. પણ પરમેશ્વરની કૃપા અને ધાર્મિકતાનું વરદાન જે એણે આપણને આપ્યુ છે, એની કિંમત ઘણાય બધાય માણસો હાટુ એનાથી ઘણુય વધારે છે, અને ઈસુ મસીહે એક માણસ તરીકે પોતાની કૃપાથી જે કરયુ એણે ઈ શક્ય કરયુ.


પણ જે જ્ઞાનની આપણને વાત કરે છે, ઈ જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન છે જે હતાડેલું હતું. હજી હુધી કોય પણ આ હમજતો નોતો. એનાથી પેલા કે, પરમેશ્વરે પૃથ્વી બનાવી, એણે પેલાથી જ નિર્ણય કરી લીધો હતો કે, એનું જ્ઞાન આપણને મહિમા આપશે.


પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.


મસીહનું લોહી વહેવડાવવાના કારણે આપણને છુટકારો આપવામાં આવ્યો છે, જેથી આપડા પાપ માફ કરી દેવામાં આવ્યા છે, પરમેશ્વરની કૃપા બોવ જ મહાન છે જે એણે આપડી ઉપર દેખાડી છે.


પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.


કેમ કે, ઈ પરમેશ્વરની બુદ્ધિ અને જ્ઞાનની ઓળખાણ કરાવે છે, જે હંતાડેલ ખજાના જેવું છે.


ઈ એક જ હાસો પરમેશ્વર છે. પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના દ્વારા એણે આપણને બસાવ્યા છે પરમેશ્વર મહિમામય, મહાન અને શક્તિશાળી હતો અને એણે વખતની શરુઆત પેલા મહાન અધિકારથી રાજ્ય કરયુ, ઈ હજીય એવો જ છે અને સદાય હાટુ એવો જ રેહે. આમીન.


અને તેઓ ઉસા અવાજથી ગીત ગાયને આ કેતા હતાં કે, “લાયક છે ઈ ઘેટાનું બસુ જેને મારી નાખવામાં આવ્યો હતો, આપડે એની સ્તુતિ અધિકાર, ધન, જ્ઞાન અને સામર્થ્યના વખાણ કરવા જોયી ઈ હાસુ છે કે, બધીય બનાવેલી વસ્તુઓ એનુ માન અને મહિમા કરે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ