ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.
ઈ હાટુ પરમેશ્વરે દીકરાને એક એવું નામ દીધું જે સ્વર્ગદુતોથી બોવ જ વધારે મહાન છે, જેના દ્વારા આપડે જોય હકી છયી કે, પરમેશ્વરનો દીકરો તેઓથી પણ વધારે મહાન છે.