Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 1:10 - કોલી નવો કરાર

10 જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 1:10
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ન્યા બધી જાતિના લોકોને મારી આગળ ભેગી કરાહે, જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે, એમ હું તેઓને એકબીજાથી જુદા પાડય.


“પરમેશ્વરનો નક્કી કરેલ વખત આવી ગયો છે, અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે. તમારા પાપીલા કામોનો પસ્તાવો કરો અને હારા હમાસાર ઉપર વિશ્વાસ કરો.”


આ બધી વાતો બીજાઓને દાખલા તરીકે થાવા હાટુ બની અને આપડે જેઓ યુગોના છેલ્લા દિવસોમાં જીવી છયી એને સેતવણી મળે ઈ હાટુ લખવામાં આવ્યું છે.


હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


અને પરમેશ્વરે બધીય વસ્તુઓને મસીહની તાકાતની આધીન કરી દીધુ છે અને આ ઈ જ છે જેણે પરમેશ્વરે મંડળીના બધાય ઉપર વિશ્વાસ કરનારા આગેવાનના રૂપમા નિમણુક કરી છે.


પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.


આ ઈ જ છે જે વિશ્વાસુઓના આખા પરિવારનો બાપ છે, જે સ્વર્ગમાં છે અને જે પૃથ્વીમાં છે.


ખાતરીથી તમે હાંભળ્યું છે પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવાની જવાબદારી એની કૃપાથી દીધી છે.


કેમ કે, આ ઈજ (મસીહ) હતો જેણે બધુય રસવા હાટુ પરમેશ્વરની હારે કામ કરયુ, સ્વર્ગની હોય કે, પૃથ્વીની, જોયેલી અને નો જોયેલી, શું રાજાઓ, શું અધિપતિઓ, શાસકો શું અધિકારી બધીય વસ્તુઓ એની દ્વારા અને એની સેવા કરવા હાટુ બનાવવામાં આવી.


પરમેશ્વરે પોતાના દીકરા મસીહને મોકલવાનો ફેસલો લીધો, જેણે પોતાનુ લોહી વ્હેડાવ્યું અને વધસ્થંભ ઉપર મરી ગયો. પરમેશ્વરે એવુ પોતાના અને બધીય વસ્તુની વસે મેળ કરાવવા હાટુ કરયુ, ઈજ રીતેથી એણે પોતાના અને ઈ બધાયની વસે શાંતિ બનાવી રાખી કે, જે ઈ પૃથ્વી ઉપર હોય કે, સ્વર્ગની હોય.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


કેમ કે પરમેશ્વર આપણને કાય વધારે હારું આપવા નક્કી કરયુ છે; જેથી તેઓ ખાલી આપડી હારે જ પુરે પુરૂ કરી હકે.


કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.


પરમેશ્વરે એને આવું કરવા હાટુ જગતની રસના કરયા પેલા જ ગમાડી લીધો. પણ પરમેશ્વરે એને તમારી હામે હવે પરગટ કરયો, જઈ જગત જલદી જ નાશ થય જાહે.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ