9 મે એની હારે ઓનેસિમસને પણ મોકલ્યો છે, જે વિશ્વાસુ અને વાલા વિશ્વાસી ભાઈ અને ન્યા તમારા શહેરમાંથી જ છે, તેઓ તમને આયના બધાય હમાચાર જણાવી દેહે.
ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.
વાલા ભાઈ અને વિશ્વાસી ચાકર, તુખિકસ જે મારી હારે પરભુની સેવા કરે છે, મારી બધીય વાતો તમને બતાવી દેહે.