પણ તમારી આજ્ઞા પાલન બધાય લોકોમાં જાહેર થયુ છે, ઈ હાટુ હું તમારી વિષે રાજી થાવ છું; અને મારી ઈચ્છા એવી છે કે તમે હારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાવ.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.
તમારે વિશ્વાસી બાયુઓએ પોતાના ધણીઓને આધીન રેવું જોયી, આવું ઈ હાટુ કરો કેમ કે, જો એમાંથી કોય મસીહના સંદેશા ઉપર વિશ્વાસ નથી કરતી તોય તમારે એને કાય કીધા વિના જ વિશ્વાસુ બની હકે છે.