16 અને જઈ આ પત્ર તમારી ન્યા વાસી લેવાય, તો આવું કરજો કે, લાઓદિકિયાની મંડળીની વસે પણ વાસીને હંભળાવવામાં આવે, અને તમે પણ ઈ પત્રને વાસજો જે મે એની હાટુ લખ્યું હતું.
હું ઈચ્છું કે, તમે જાણી લ્યો કે, તમારી હાટુ અને તેઓની હાટુ લાઓદિકિયા શહેર છે, અને તેઓ બધાયની હાટુ જેઓને મે નથી જોયા, હું કેટલી મેનત કરું છું
હું એનો સાક્ષી છું કે ઈ તમારી હાટુ અને લાઓદિકિયા અને હિયરાપોલીસ શહેરના લોકોને હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે.
લાઓદિકિયા શહેરના વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનોને અને નુમ્ફા અને એના ઘરમાની મંડળીને સલામ કેજો.
હું તમને પરભુના નામથી આજ્ઞા આપું છું કે, આ પત્ર બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વાસીને હંભળાવવામાં આવે.
જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય.