22 હે ચાકર આ જગતમાં જેની આધીનમાં કામ કરો છો, એની બધીય આજ્ઞાનું પાલન કરો, માણસોને રાજી કરનારાની જેમ દેખાવ હાટુ નય પણ ઈમાદારીથી અને પરભુની બીકથી કામ કરો.
કેમ કે, હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારા આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ કરે છે.
હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે.
વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.
સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.
તુ એને ખાલી પોતાનો સેવક નો હમજ, ઈ એક સેવક કરતાં પણ મોટો છે, હવે ઈ સાથી વિશ્વાસી છે જેને તુ પ્રેમ કરી હકે છે. હું મસીહમાં એને બોવ પ્રેમ કરું છું પણ તારે મસીહમાં એને હજી વધારેમાં વધારે પ્રેમ કરવો જોયી કેમ કે, ઈ તારો સેવક છે અને પરભુમાં એક ભાઈ પણ છે.