21 હે બાપાઓ પોતાના બાળકોને ખીજવોમાં ક્યાક એવુ નો થાય કે, ઈ દુખી થય જાય.
અને હે બાપાઓ, પોતાના બાળકોને ગુસ્સો નો દેવડાવો પણ પરભુનું શિક્ષણ, અને સેતવણી દેતા તેઓનું ભરણ-પોષણ કરો.
હે ચાકર આ જગતમાં જેની આધીનમાં કામ કરો છો, એની બધીય આજ્ઞાનું પાલન કરો, માણસોને રાજી કરનારાની જેમ દેખાવ હાટુ નય પણ ઈમાદારીથી અને પરભુની બીકથી કામ કરો.
તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.