કલોસ્સીઓને પત્ર 3:16 - કોલી નવો કરાર16 મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ. အခန်းကိုကြည့်ပါ။ |
તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.
તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.