Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 3:10 - કોલી નવો કરાર

10 અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 3:10
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


રાત લગભગ વય ગય છે; દિવસ ઢુકડો આવી પૂગ્યો છે. હવે અંધારાના દૃષ્ટ કામો કરવાનું બંધ કરી દેયી. અજવાળાના હથિયારો લય લેયી.


પણ તમારા બખતરની જેમ પરભુ ઈસુ મસીહને પેરી લ્યો અને તમારા દેહની ભુંડી ઈચ્છાઓ પુરી કરવા બાજુ ધ્યાન નો આપો.


ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.


કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.


પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે.


જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે.


ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


કેમ કે, નો સુન્‍નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી.


કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.


પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.


ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.


અને આ બધીય બાબતોને હરખી બનાવનાર પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે એને તમે પેરી લ્યો.


હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.


અને જો તેઓ વિશ્વાસ કરવાનું છોડી દેય છે, અને તેઓને પસ્તાવો કરવા હાટુ કોય મારગ નથી, કેમ કે ઈ એવું જ થાહે; જેમ પરમેશ્વરનાં દીકરાને બીજીવાર વધસ્થંભ ઉપર સડાવી રયા છે અને જાહેરમાં ખુલ્લી રીતે એની ઠેકડી ઉડાડે છે.


જો આપડે પરમેશ્વરની આજ્ઞાઓ પાળશું તો એનાથી આપડે ખબર પડી જાહે છે કે આપડી સંગતી પરમેશ્વરની હારે છે.


પણ જે કોય પરમેશ્વરનાં વચનનું પાલન કરે છે, એનામા ખરેખર પરમેશ્વરનો પ્રેમ પુરો થયો છે, અને અમને એનાથી જ ખબર પડે છે કે, આપડે પરમેશ્વરમાં બનેલા રેયી છયી.


તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ