5 કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.
ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.