જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.
તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.
પણ ઈ જંગલી જનાવરો જેવા છે, આ જનાવરોને ખબર નથી કે કેવુ વિસારવું જોયી અને એમનો હેતુ ખાલી પકડાય જાવુ અને મરી જાવુ છે. ઈ લોકો કાય પણ કરે છે, જે એના મનમા આવે છે, અને ન્યા હુધી કે, આ ઈ વસ્તુઓનું અપમાન કરે છે, જે એને હમજવામાં પણ નથી આવતી. ઈ પાક્કી રીતે નાશ થય જાહે.