20 કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?
જો તમે જગતના લોકોની જેમ રયો છો તો આ જગતના લોકો પોતાના હમજી પ્રેમ કરશે, પણ ઈ કારણે કે, તુ આ જગતનો માણસ નથી, પણ મે તને જગતના લોકોમાંથી ગમાડી લીધો છે, ઈ હાટુ જગતના લોકો તારાથી નફરત કરે છે.
પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.
આ એવુ હતું કે, જેમ પરમેશ્વરે આપડા પાપોના લેખ પત્રને મટાડી દીધા જેમાં વિધિના નિયમોના કારણે આપડી વિરોધમાં હતાં અને જઈ મસીહ વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો તઈ એણે એના લખાણ દસ્તાવેજને પુરી રીતે મટાડી દીધું.
સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.
હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.