Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 2:19 - કોલી નવો કરાર

19 આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 2:19
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી.


કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે.


બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.


પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું


હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે.


મેં તો ખાલી રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ પરમેશ્વરે ઈ બીને ઉગાડયું.


અને પરમેશ્વરે બધીય વસ્તુઓને મસીહની તાકાતની આધીન કરી દીધુ છે અને આ ઈ જ છે જેણે પરમેશ્વરે મંડળીના બધાય ઉપર વિશ્વાસ કરનારા આગેવાનના રૂપમા નિમણુક કરી છે.


મંડળી મસીહનો દેહ છે, એને મસીહ દ્વારા પરિપૂર્ણ અને પુરૂ બનાવવામાં આવ્યું છે, જે દરેક જગ્યાએ બધી વસ્તુઓને પોતાની જાતે ભરી દેય છે.


મસીહ ઈજ છે જે આખી મેડીને એક હારે ભેગી કરવાનું કારણ છે. ઈ પરમેશ્વરની હાટુ એક પવિત્ર મંદિર બનવા હાટુ એના બધાય લોકોને એક હારે જોડી રયો છે.


અને એવુ કરવાનો પ્રયત્ન કરો જેથી તમે સદાય હળી-મળીને બનેલા રયો કેમ કે, તમે પરમેશ્વરની આત્મા દ્વારા એક કરવામાં આવ્યા છો.


કેમ કે, કોયે કોયદી પોતાના દેહથી વેર નથી રાખ્યુ પણ એનું ભરણ-પોષણ કરે છે, મસીહ પણ મંડળીની હારે એવું જ કરે છે.


ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


ઈ ઈજ છે જે મંડળીની ઉપર રાજ કરે છે, ઈ એનો દેહ છે. ઈજ શરૂઆત છે, અને મરેલમાંથી જીવતા થયેલામાં પેલો કે, બધીય વાતોમાં ઈજ મુખ્ય રેહે.


હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું એને વિશ્વાસમા મજબુત કરવા માગું છું, જેથી ઈ એકબીજાની હારે પ્રેમથી રય હકે, અને હું ઈ પણ માનું છું કે, એને પુરી રીતે ભરોસો હોય કે, પરમેશ્વરનાં ભેદને જાણી લીધું છે કે, જે પોતે મસીહ છે.


અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.


અને આખા મકદોનિયાના સાથી વિશ્વાસી ભાઈઓ હારે એવો પ્રેમ રાખો પણ છો. પણ હે મારા વાલા, અમે તમને વિનવણી કરી છયી કે, હજી પણ વધારે એકબીજા હારે પ્રેમ રાખો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.


મારા પત્રના આ ભાગને પુરો કરવા હાટુ, હું તમને બધાયને કવ છું કે, તમે જે વિસારો છો એમા એક-બીજાથી સહમત થાવ. એક-બીજા પ્રત્યે ભાઈઓના જેવી લાગણી રાખો. એક-બીજાની હારે એક જ પરિવારના સભ્યો રૂપે પ્રેમ કરો. એક-બીજા ઉપર સહાનુભુતિ રાખો. નમ્ર થાવ.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ