Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 2:12 - કોલી નવો કરાર

12 કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 2:12
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.


પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


પણ હાસુ તો એમ છે કે, પરમેશ્વરે ખરેખર મસીહને મોતમાંથી જીવતો કરયો, આ ખાતરી છે કે, પેલા ઘણાય લોકો જે મરી ગયા છે તેઓને પણ જીવતા કરશે.


કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે.


જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.


પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.


આપડા બધાયનો એક જ પરભુ છે, આપડે બધાય એક જ શિક્ષણ ઉપર વિશ્વાસ કરી છયી આપડે બધાયને એક જ જળદીક્ષા મળી છે.


ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.


કેમ કે, પરમેશ્વરે તમને ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવાનું નય પણ એની જેમ દુખ સહન કરવા હાટુ કૃપા આપી છે કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરો છો.


આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું.


અને જઈ તમે આપડા પાપો અને સુન્‍નતની જેમ તમારો ખરાબ સ્વભાવ નય કાપવાના કારણે મરેલા હતાં, તઈ પરમેશ્વરે તમને મસીહની હારે જીવતા કરયા અને આપડા બધાય અપરાધોને માફ કરયા.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


જળદીક્ષાના વિષે અને કોય ઉપર હાથ રાખવાની વિધિ, અને મરેલામાંથી જીવતા ઉઠવું અને અનંતકાળના ન્યાયના વિષે શિક્ષણના પાયા ફરીથી નાખી નય.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ